ફતેપુરામાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના હેલ્થ મેળાનો કરાયો શુભારંભ

0
23


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં તાલુકા કક્ષાના હેલ્થ મેળાનો શુભારંભ ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર પણ ઉપસ્થિત રહ્યા હતા.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી. આયુષ્યમાન કાર્ડ નું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બ્લોક હેલ્થ મેળાઓનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ફતેપુરા તાલુકામાં ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાએ ફતેપુરાથી આરોગ્ય મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.ડી પટેલના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓમાં અલગ- અલગ જગ્યાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં આરોગ્ય સંભાળ સેવાઓ, વિનામૂલ્યે નિદાન અને સારવાર, હેલ્થ આઇ.ડી. કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન, નિરામયા ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, હાઇ બી.પી., મોંઢાના કેન્સરની તપાસ, આંખની તપાસ, દાંતની તપાસ, યોગ અને ધ્યાન વગેરે સેવાઓ આપવામાં આવી હતી. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓના કાર્ડ વિતરણ, નવા કાર્ડ બનાવવા/ રિન્યુ કરવા તેમજ લોકોના આરોગ્ય સુખાકારી માટે બિન ચેપી રોગો અને સંક્રામક રોગોની પ્રાથમિક તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલી જીવવા માટે રોજિંદા જીવનની જીવન શૈલી કેવી હોવી જાેઇએ તે અંગે જાણકારી પુરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈએ આરોગ્ય સેવાઓની માહિતી આપી હતી. દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાના જીવ ની પરવા કર્યા વિના સેવા બજાવી છે. જેનો હું આભારી છું. તેમજ મોટા ભાગના ગામોમાં ટી.બી. ના દર્દીઓ છે. જે દર્દીઓ ની યાદી લઈને કાર્યકર્તાઓ, સરપંચો, પદાધિકારીઓ, દત્તક લે. અને તેઓની કાળજી રાખે જેથી આવનારા સમય માં ટી.બી. મુક્ત ગુજરાત બનાવી સકિયે. આયુષ્યમાન કાર્ડના લાભાર્થી ઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમા આદિજાતિ મોરચાના ઉપ પ્રમુખ ડો. અશ્વિન પારગી, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન પારગી, ઉપપ્રમુખ પર્વતભાઈ, જિલ્લા મેલેરીયા અધિકારી અતિત ડામોર, તાલુકા આરોગ્ય અધિકારી ડો હાડા, જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપભાઈ પારગી મુકેશભાઈ પારગી, ભારતીબેન પારગી, સરપંચ મનોજ કલાલ, દિપ્તાંશું આમલિયર, રાધિકાબેન, મહામંત્રી જીતુ બાપુ, મહીલા મોરચાના પ્રમૂખ કાંતાબેન ડામોર અન્ય મહિલા મોરચાની બહેનો આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here