- ફતેપુરાના ઝાલોદ રોડ અને ધુધસ રોડ પર દરેક સમાજના લોકોને ફ્રિ માં ખીચડી અને ખીરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- ગામના મુખ્ય બજારમાં ઊંધિયું, જલેબી, ફાફડા અને લીલવાની કચોરીની ખરીદી કરવા માટે દુકાનો પર લાઇનો લાગી.
THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઝાલોદ રોડ અને ધુધસ રોડ પર સ્ટોલ ઉભા કરીને આગેવાનો દ્વારા આવતા જતા રાહદારીઓને, અમીર – ગરીબ, નાના – મોટા, મહિલા – પુરુષ દરેક લોકો માટે કોઈ પણ નાત જાત વગર ભાઈચારાની ભાવનાથી દરેક જાતિના લોકોને ખીચડી અને ખીરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો લોકોએ ભરપૂર લાભ લીધો હતો.
THIS NEWS IS POWERED BY –-RAHUL HONDA
ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, ગ્રામ પંચાયતના સભ્ય વિશાલભાઈ નહાર, સમાજ સેવકો કપિલભાઈ નાહર, ઉમંગભાઈ શાહ, લાલાભાઇ કલાલ, પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલએ આ વિતરણ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ લોકોના ઉત્સાહમાં વધારો કરેલો હતો. મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું, જલેબી, ફાફડા અને લીલવાની કચોરી લોકોએ ખરીદી કરી હતી. ખરીદી કરવા માટે લોકોને દુકાન ઉપર લાંબી લાઈનો અને ભીડ પણ જોવા મળતી હતી અને ઊંધિયું તેમજ ફાફડાના વધુ ભાવ વિશે પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળેલ હતી.