Sabir Bhabhor – Fatepura
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગામે ડેન્ગયુ ના 2 કેસ મળી આવતા રહિશો મા ફફડાટ જોવા મળી રહયો છે. મળતી માહિતી અનુસાર ફતેપુરા ખાતે 2 બાળકીઓ ની તબીયત બગડતા ફતેપુરા સરકારી હોસ્પીટલમાં સારવાર અથેઁ લઈ જતા ડૉકટરે મેલેરિયા હોવાનું જણાવ્યુ હતુ ત્યાર બાદ તે બંને બાળકીની તબિયત વધારે બગડતા ઝાલોદના ખાનગી દવાખાને લઈ ગયા હતા.
અને તપાસ કરાવતા ડેન્ગયુ પોઝીટીવ જણાતા વધુ સારવાર અથેઁ વડોદરા ખાતે ખસેડવામા આવ્યા છે. ઉપરોકત ઘટના થી ફતેપુરા પંથક ના લોકોમા ફફડાટ જોવા મળી રહયો છે. અને આ અંગે આરોગ્ય વિભાગ તકેદારી ના પગલા લઈ રોગચાળો વધે નહી તેવા પગલા તાત્કાલિક ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
Version: જીલ્લા મેલેરિયા આધિકારી – NewsTok24 સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે અમારા મેડીકલ ઓફિસરે કરોડિયા ગામની બાળકીના ઘરની મુલાકાત લીધી હતી પરંતુ અમને સસપેકટેડ જણાતા શુક્રવાર, શનિવાર અને રવિવાર ના દિવસોમાં એન્ટીલાર્વલ એક્ટીવીટી અંતર્ગત ઇન્ટ્રાડોમેસ્ટીક અને પેરાડોમેસ્ટીક એક્ટીવીટી કરેલ છે