ફતેપુરા તાલુકાના મોટીબારામાં ફતેપુરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ ઝડપવામાં મળેલ સફળતા

0
194

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનના P.S.I. સી.બી. બરંડા તથા સ્ટાફ સાથે ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી માહિતી મળેલ કે એક હ્યુન્દાઈ કંપનીની Verna કાર જેનો નંબર GJ 05 CH 3214 છે અને આ કારમાં ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી ઇટાબારા ગામ તરફ આવી રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા પંચના બે માણસો સાથે પોલીસના માણસો રાખી બાતમીની હકીકત સમજાવી સતર્કતા વાપરી ઉભા રાખ્યાં હતા તેવામાં આ વર્ણન વાળી ગાડી આવતી જોવાતા P.S.I. બરંડા દ્વારા ઊભેલા માણસોને જાણ કરેલ ગાડી ઉભી રાખવા ઈસરો કરેલ પરંતુ ત્યાં ઉભેલા પોલીસના માણસોએ તે કારને ઉભી રાખવા જણાવતા ગાડીના ડ્રાઈવરએ કાર ઉભી રાખી ન હતી અને તે ભાગવા જતા એનો પીછો કરી પોલીસે કારને ઓવરટેક કરી કાર અને આરોપી બંને ઝડપી પાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ ડ્રાઈવરને ઉતારી પુછપરછ કરતાં તે ચિલોડા તાલુકા નો મચકછા ગામનો હોઈ નામ મુનિસ જવરસિંગ બગેલ હોવાનું જણાવેલ અને ગાડીમાં ઝડતી લેતા સફેદ અને ખાખી કલરના ચાર બોક્સ મળી આવેલા અને તે બોક્સ ખોલી જોતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો અન અધિકૃત ઈંગ્લીશ દારૂ (વ્હિસ્કી) ના ક્વાર્ટર નંગ – ૧૫૬ જેની કિંમત ₹. ૨૬,૮૬૮/- મળી આવ્યો હતો. જ્યારે આ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ વર્ના ગાડીની કિંમત ₹. ૨,૦૦,૦૦૦/- મળી કુલ ₹. ૨,૨૬,૮૬૮/- નો બિન અધિકૃત મુદ્દામાલ ફતેપુરા પોલીસે જપ્ત કર્યો છે.

ઉપરોક્ત બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો. વિનુજી મેરુજીએ ફરિયાદ આપતા આરોપી મનીષ બગેલની વિરુદ્ધમાં પ્રોહીબીશન પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાના ભોગવટાની ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા બાબતે પ્રોહી એકટ કલમ ૬૫ ઈ, ૯૮ (૨)  મુજબ કાયદેસરનો ગુનો દાખલ કરી વર્ના કાર સહિત ઇંગ્લિશ દારૂ કબજે લઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here