ફતેપુરા તાલુકામાં SSC અને HSC બોર્ડ ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ગુલાબ અને ચોકલેટ આપી પ્રવેશ અપાયો

0
33

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વિવિધ કેન્દ્રો ઉપર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા હતા ત્યારે આ વિદ્યાર્થીઓને સ્થળ સંચાલકો દ્વારા ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા તો ફતેપુરા ખાતે આઇ. કે. દેસાઈ હાઇસ્કુલ, કોમલ પ્રાથમિક વિદ્યામંદિર તેમજ જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે પરીક્ષાર્થીઓના બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ફતેપુરાના P.S.I.જી. કે. ભરવાડે બાળકોને શાંત વાતાવરણમાં અને નિર્ભય રીતે કોઈપણ પ્રકારના ડર વગર પરીક્ષા આપે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને સુચારૂ આયોજન કરીને બાળકોને ફૂલ તેમજ ચોકલેટ આપીને આવકાર્યા હતા પરીક્ષા આપવા આવતા બાળકોને ગેટની બહાર જ ચકાસણી કરીને શાળામાં એન્ટ્રી આપવામાં આવી હતી બાળકો પણ ખુશી ખુશી પરીક્ષા આપવા માટે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here