ફતેપુરા તાલુકા ની કરોડીયા ગ્રામ પંચાયત મા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામસભા નુ આયોજન

0
600

NewsTok24 – Sabir Bhabhor – Fatepura

માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓકટો. 2014 ના રોજ “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત” નુ આહવાન કરતા. સમગ્ર ભારત મા સફાઈ અભિયાન ચલાવવામા આવ્યુ હતુ. આ સંદર્ભે સરકાર દ્વારા 25 સપ્ટે.2015 થી 11 ઓકટો.2015 સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનુ નક્કી કરાતા તેના ભાગરુપે ગાંધી જયંતિ ના દિવસે ફતેપુરા તાલુકાની કરોડીયા (પૂર્વ) ગ્રામ પંચાયત મા ગ્રામસભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત માં થી આર.એન ડામોર હાજર રહયા હતા સાથે સરપંચ. ઝાલાભાઈ જેતાભાઈ ચરપોટ, ડે.સરપંચ. હિતેશભાઈ એન.પટેલ, તા.સભ્ય રજ્જાકભાઈ પટેલ, ઈ.ચા.129, ભા.જ.પા ઈસ્હાકભાઈ પટેલ, ત.ક.મંત્રી શ્રીમતિ યુ.એચ.પટેલ તેમજ આંગણવાડી વર્કરો તથા અન્ય ગ્રામજનો હાજર રહયા હતા જેમા સ્વચ્છતા અંતગઁત વિવિધ મુદ્દા ઓ પર ચર્ચા કરી હતી અને પંચાયત વિસ્તાર મા સાફસફાઈ કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here