તાલુકા પંચાયત ફતેપુરા પ્રમુખ ભરતભાઇ પારગી અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. શિક્ષકોના હિતોની સાથે સાથે સમાજ હિત અને રાષ્ટ્ર હિતમાં કામ કરતા વિશિષ્ટ સંગઠન એવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વિશે પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર દ્વારા વિસ્તૃત જાણકારી અપાઈ હતી.નાગરિકો પોતાના કર્તવ્યના અનુસંધાને જાગૃત બંને તેવું રોચક વક્તવ્ય શૈલેષભાઈ પૂજારા દ્વારા આપવામાં આવ્યું હતું. બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ફતેપુરાના કેંદ્ર સંચાલિકા વંદનીય નીતા દીદી દ્વારા આધ્યામિક આશિર્વચન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ એવા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ પારગી દ્વારા ખુબ જ સુંદર રચનાત્મક પ્રવૃત્તિઓ કરવા બદલ સંગઠનનું અભિવાદન કર્યું હતું તેમજ આવા કાર્યક્રમના આયોજનથી સમાજમાં જાગૃતિ અને સુધાર આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં તાલુકા BRC કોર્ડીનેટર ફતેપુરા તેમજ બ્લોક હેલ્થ કચેરીના આરોગ્ય અધિકારીઓ સાથે શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલાલ પાર્ટી પ્લોટ ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES