ફતેપુરા નગરમાં દસ દિવસ બિરાજમાન શ્રીજીની શાંતિપૂર્ણ વાતાવરણમાં વિદાય

0
254

 

ફતેપુરા નગરમાં દસથી બાર જગ્યા ઉપર ગણેશજી બિરાજમાન કરવામાં આવ્યા હતા દરેક જગ્યાએ ભક્તો દ્વારા અલગ અલગ કાર્યક્રમ, અલગ-અલગ જાતના નાસ્તાઓ, મન મૂકીને લોકોએ આ વખતે ગણેશજીને છપ્પનભોગ તરહ-તરહની મીઠાઈઓ, લાડુ, દૂધપાક, ફ્રુટ સલાડ આમ શ્રીજીને ધરાવવામાં આવ્યા હતા અને રોજ શણગારવામાં પણ કોઈ જાતની કચાસ મૂકવામાં આવી ન હતી અને દરેક જગ્યાએ પંડાલોમાં અલગ-અલગ રમતો, ગરબા રાસ તેમજ અવનવી રમતો રમાડી સંચાલકોએ બાળકો તેમજ આવનાર દર્શનાર્થીઓને મજા કરાવી હતી અને જોતજોતામાં દસ દિવસ પૂર્ણ થઈ જતા શ્રીજીની વિદાય વખત આવી અને શ્રીજીને પુરા ફતેપુરા નગરમાં ફેરવી અને વિદાય આપવા માટે સર્વે ભક્તો શ્રીજીનું પીપલારા નદીમાં વિસર્જન કર્યું હતું. મેઘરાજાએ પણ વિસર્જન સમયે શ્રીજીને વિદાય માટે વર્ષ્યા હતા. બહુ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન થયું હતું પી.એસ.આઇ અને પોલીસ મિત્રોએ અને સ્ટાફ ગણે પણ બહુ જ સેવાઓ આપી હતી અને માહોલ પણ શાંતિપૂર્ણ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here