દાહોદ જિલ્લાના ફતેપૂરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પાછલા પ્લોટમાં આવેલ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા નીતા દીધીના અધ્યક્ષ સ્થાને ૮૯ મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રીએ પરમાત્મા શિવ અવતરણનો યાદગાર દિવસ છે વિશ્વના કરોડો આત્માઓનો પોકાર સાંભળી સર્વ માનવ બંધુઓને સત્ય જીવનનો રાહ દર્શાવવા પરમાત્મા શિવનું ભારતભૂમિમાં માઉન્ટ આબુ ની પવિત્ર ધરતી પર દિવ્ય અવતરણ થઈ ચૂકેલ છે
સ્વયમ પરમાત્મા દિવ્ય બુદ્ધિ રૂપિ નેત્ર પ્રદાન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે જેના દ્વારા આપણું જીવન સુખ શાંતિમય બને છે તો ચાલો આપણે આ પ્રસંગને વધાવી આપણાથી બનતું ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શિવ મહોત્સવની ઉજવણી કરીએ અને કરાવીએ
આ પ્રસંગે નીતા દીદી તેમજ તેમની સેવિકાઓ બેલા દીદી તેમજ આજુબાજુની સર્વે બહેનો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને ગામના આગેવાનો તેમજ શિક્ષક બંધુઓ ભાઈઓ બહેનો સર્વે પધારી શિવ ભક્તિમય બન્યા હતા.
ફતેપુરા નગરમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે ૮૯ મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ ઉજવાયો
RELATED ARTICLES