દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કઢવામાં આવે છે ત્યારે તા.૨૦/૦૬/૨૦૨૩ ને મંગળવારના રોજ અષાઢી બીજ નિમિત્તે ફતેપુરા નગરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.
ફતેપુરા નગરના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા પહિંદ વિવિધ કરી ભગવાન જગન્નાથજીના રથને પ્રસ્થાન કરાવ્યું હતું બેન્ડબાજા સાથે નગરના પોલીસ સ્ટેશન રોડ મેન બજાર પાછલા પ્લોટ વિસ્તારોમાં નગરયાત્રા ફેરવવામાં આવી હતી. લક્ષ્મીનારાયણ મંદિરે ભગવાનનું મોસાળું કરવામાં આવ્યું હતું મોસાળું પતાવીને નિજ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની સામૂહિક આરતી કરીને વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ફતેપુરા પોલીસ સ્ટેશનના P.S.I. જી.કે. ભરવાડ દ્વારા રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં રથયાત્રાનું દરેક ભાવિકોએ લાહવો લીધો હતો. પ્રથમ રથયાત્રાનું આયોજન સફળ થતાં આયોજકો માં ખુશીનો માહોલ વરતાઈ રહ્યો હતો.