ફતેપુરા ના નવાગામે અકસ્માત થતા 2 વેપારી સાથે મારકુટ કરી રુપિયા 35000 ની લુંટ

0
508

Sabir Bhabhor – Fatepura

પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા ના રહેવાસી રીઝવાનભાઇ યુસુફભાઈ ગુડાલા તથા તેમની સાથે ભાગીદારી મા ધંધો કરતા ઈરફાનભાઈ હુસેનભાઈ મતાદાર બન્ને વેપારી આનંદપુરી (રાજસ્થાન) થી પોતાની દુકાન બંધ કરી સાંજના સમયે ફતેપુરા પરત આવી રહયા હતા ત્યારે નવાગામ પાસે તેમની ટાટા સુમો ગાડી નુ લાઈટ બંધ થઈ જતા ગાડી સાઈડમા મુકી લાઈટ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે નવાગામના રહેવાસી કાન્તીભાઈનો છોકરો વગર લાઈટ ની મોટરસાયકલ લઈને આવતા અંધારામા ગાડી સાથે અથડાઈ ને પડી ગયો હતો. ત્યારબાદ ઉપરોકત બન્ને વેપારી સાથે બોલાચાલી કરી બુમાબુમ કરતા ત્યાં અન્ય માણસો પણ ભેગા થઈ ગયા હતા.

અને બંન્ને વેપારી સાથે મારપીટ કરી તેમના ખીસ્સામા રહેલ  રુપીયા 35000 ની લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહયા હતા. રીઝવાનભાઈને માથાના ભાગ મા ઈજા થતા તેમને ફતેપુરા ના ખાનગી હોસ્પીટલમા લઈ જતા ડોકટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે આગળ લઈ જવા જણાવતા તેઓને દાહોદ ખાતે અર્બન બેંક હોસ્પીટલમા લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાલમા તે સારવાર હેઠળ છે. ઉપરોકત ઘટના અંગે ઈરફાનભાઈએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ઇ.પી.કો કલમ 394 મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here