દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના PSI જી.કે. ભરવાડ, “સી” ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રિના સમયે ફતેપુરા બસ સ્ટેશન ઉપર અજાણી મહિલા પોતાના બાળકો સાથે દુઃખદ પરિસ્થિતિમાં જણાતા તેની પૂછપરછ કરતા પાંચ બાળકોની માતા પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના વતની જાણવા મળેલ. તેઓને માનસિક અસ્થિર બીમારી હોય તેઓ બાળકોના કપડા ખરીદવા પોતાના ઘરેથી નીકળેલ અને ત્યારબાદ રસ્તો ભૂલી જતા બસ મારફતે બાબરી થી સુરત અને સુરત થી ફતેપુરા આવી પહોંચેલ હતા. પોલીસે પહેલા તો તેઓને જમવા તથા સુવાની વ્યવસ્થા કરી આપેલ હતી અને વધુ માહિતી આધારે પોલીસે ટેકનિકલ શોર્સના માધ્યમથી મહિલાના પરિવાર સુધી પહોંચી ખાતરી કરી પરિવારને શોધી કાઢી બાળકો અને માતાને તેના પતિને સોંપી બાળકો અને મહિલા પ્રત્યેનું સંવેદનાનું ઉદાહરણ પૂરું પાડી સરાહનીય કામગીરી કરેલ. તે P.S.I. જી.કે. ભરવાડ તથા તેમની “સી” ટીમ ની કામગીરી બિરદાવવા લાયક જણાઈ આવેલ છે
HomeFatepura - ફતેપુરાફતેપુરા પોલીસની સરાહનીય કામગીરી - પાટણ જિલ્લાના સમી ગામની અસ્થિર મગજની મહિલાને...