THIS NEWS IS SPONSORED BY – SHRI KRISHNA SWEETS
ગુુુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ, સર્કલ P. I. એમ.જી. ડામોરનાઓના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની સૂચના આધારે ફતેપુરા P.S.I. સી.બી . બરંડા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગ માં હતા ત્યારે P.S.I. સી.બી. બરંડાનાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે રાજસ્થાન તરફથી સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-16 AE-0301 ની ઉપર બે ઈસમોએ ઇંગ્લિશ દારૂ લઈને આવવાના છે, તે આધારે બાતમીની વોચ રાખતાં વડવાસ ગામે આવેલા આ વર્ણન વાળી સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ-16 AE-0301 આવતા ઊભી રખાવી ચેક કરતાં દેશી મદિરા, પ્લાસ્ટિક કવાટર, કિંગફિશર સ્ટ્રોંગ બીયર, Megvils વિસ્કી બધુ મળી કિંમત ₹.૨૫,૯૨૦/- અને મોટરસાયકલ કિંમત ₹. ૨૦,૦૦૦/- મળી કુલ ₹.૪૫,૯૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી (૧) નટવર રમણ નિસરતા રહે. સલરા અને (૨.) મગન અણગારા સલરાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે.