ફતેપુરા બસ સ્ટેશનમાં રાત્રીના સમયે અંધારપટ : છેલ્લા એક માસથી બસ સ્ટેશન ઉપર લાઈટો બંધ

0
102

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બસ સ્ટેશન ઉપર છેલ્લા એક માસથી લાઈટો બંધ છે, તેના કારણે મુસાફરોને અગવડતા પડે છે. તંત્રને વારંવાર જાણ કરવા છતાં સ્ટેશનમાં લાઈટ ચાલુ કરવામાં આવતી નથી. જેથી કરી ફેમિલી સાથે અવરજવર કરતા મુસાફરો રાત્રી દરમિયાન આવતા અંધારામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કોઈક વખતે શું બને તેના માટે જવાબદાર કોણ ? બીજું કે બસ સ્ટેશનની અંદર સંડાશ બાથરૂમની અંદર નળો તૂટી ગયેલા છે તે પણ વારંવાર જાણ કરવા છતાં તેની કોઇ કાળજી કે પરવા કરવામાં આવતી નથી. એસ.ટી.તંત્રના અધિકારીઓ ફતેપુરા આવે છે કે કેમ ફતેપુરા બસ સ્ટેશનમાંથી બહાર નીકળતા રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે. બસ સ્ટેન્ડ બન્યાને છ વર્ષ થયાં. પરંતુ ત્યાંનો રોડ બનાવવામાં કેમ નથી આવતો ? નેતાઓને પણ વાર વાર જાણ કરવામાં આવેલ છે તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં કે કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે ? કે પછી કુંભકર્ણની નિદ્રામાં પોઢાયેલા જ રહેશે. તેવું ફતેપુરાના લોકોના મુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here