ફતેપુરા મા બે અલગ અલગ જગ્યા એ મારામારી ના બનાવોમા જાનથી મારી નાંખવાની ધમકી

0
405

PP photo

NewsTok24 – Sabir Bhabhor – Fatepura

મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના કુમાના મુવાડા ગામના રહેવાસી નાથાભાઈ દીતાભાઈ ડામોર ને કંકાસીયા ગામના રહેવાસી રમેશભાઈ દીતાભાઈ ડામોર સાથે અગાઉ કોઈ સામાન્ય બાબતે તકરાર થઈ હતી જેની અદાવત રાખી ગતરોજ નાથાભાઈ નો પુત્ર વિનોદભાઈ ડામોર કંકાસીયા ગામા મોટરસાયકલ પર જતો હતો ત્યારે દીલીપ ડામોરે તેને રસ્તા વચ્ચે રોકી ગાડી પરથી નીચે ખેંચી લઈ ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહયા હતા. વિનોદભાઈ ને વધારે ઈજા પહોચતા 108 મારફતે ફતેપુરા ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. આ અંગે ફતેપુરા પોલીસ સ્ટેશને ફરીયાદ આપતા પોલીસે I.P.C કલમ 323,504,506(2) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા બનાવ મા ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામના સીપાટીયા ફળીયા મા રહેતા મંગળાભાઈ ચમનાભાઈ કટારા સાથે તે જ ગામના રમેશભાઈ રામાભાઈ કટારા, માનસિંગભાઈ રમેશભાઈ  કટારા, રમણભાઈ ચમનાભાઈ કટારા તથા રુખમણીબેન રમણભાઈ  કટારા આ બધાએ ભેગા મળી મંગળાભાઈ સાથે ગડદાપાટુ તેમજ લાકડી ઓ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મંગળાભાઈ ના પત્નિ ચંપાબેન એ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરીયાદ આપતા પોલીસે I.P.C કલમ 323,504,506(2),114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here