રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં દાહોદ ખાતે યોગ શિબિર યોજાઇ

0
44

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 9 (નવ) માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં દાહોદ ખાતે યોગ શિબિર યોજાઇ.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં આ યોગ શિબિર યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, ASP જગદીશ બાંગરવા, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા તેમજ સામાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આ શિબિરમાં જોડાયા હતા અને પ્રોટોકોલ મુજબ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here