શાળા આરોગ્ય તપાસનીના ભાગરૂપે સરોરી PHC દ્વારા દારૂ વ્યસન મુક્તિના નારા સાથે સંસ્કાર વિદ્યાલયના બાળકો દ્વારા સંજેલી નગરમાં રેલી કાઢવામાં આવી

0
116

FARUK PATEL – SANJELI

 

 

સમગ્ર ગુજરાતમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૧/૧૨/૨૦૧૭ થી ૦૫/૦૨/૨૦૧૮ સુધી રાજ્યની તમામ શાળાઓમાં જઇ બાળકોની સ્વચ્છતાની તપાસ કાર્યક્રમ યોજવામાં આવશે. જેને ધ્યાને લઈ સંજેલી તાલુકાની સરોરી PHC કેન્દ્ર દ્વારા મંગળવારના રોજ સંજેલી નગરમાં શાળાના બાળકો તેમજ સરોરી PHC કેન્દ્રના તબીબ સહિતની ટીમ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
સરોરી PHC કેન્દ્રના તબીબ કલ્પેશ બામણીયા, તૃપ્તિ શાહ, પારૂલ પરમાર, આરોગ્ય ટીમ તેમજ સંસ્કાર વિદ્યાલયના બાળકો દ્વારા રેલી કઢાવમાં આવી હતી. આ રેલીમાં દારૂ છોડો, પાન-બીડી-ગુટખા છોડો, વ્યસનમુક્ત બનોના નારા સાથે આ રેલી યોજાઇ હતી. આ દ્વારા શાળાના બાળકોની આંખોની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ૧૫ જેટલા બાળકોને આંખોમાં નંબર હોઈ તે બાળકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા આઠ જેટલા હૃદય રોગના બાળકોને સંદર્ભ સેવા માટે ઝાલોદ ખાતે કેમ્પમાં મોકલી આપવામાં આવ્યા હતા તેમજ ૪૫ દિવસ ચાલતા શાળા આરોગ્ય ત્પાસણીમાં તાલુકાની તમામ આંગણવાડી થી લઈને મોટી શાળાઓના બાળકોની પણ તપાસની કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here