સંજેલીમાં તાલુકા મામલતદારના હસ્તે ધ્વજવંદન કરી ૭૪ મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી

0
86
સંજેલી તાલુકામાં ધ્વજવંદન કરી કોરોના વોરિયર્સનુ સન્માન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા સેવા સદનમાં ૭૪મા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ કોરોના વોરિયર્સ અને કોરોનાને મહાત આપી ઘરે ફરેલા તેમજ તાલુકા ક્લસ્ટર કક્ષાએ સારી કામગીરી કરનારા શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
સંજેલી તાલુકા સેવા સદન ખાતે સંજેલી મામલતદારના હસ્તે ૭૪માં સ્વતંત્ર પર્વ ની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી. હતી. સંજેલીમાં પ્રથમ કોરોનાને મહાત આપી ઘરે ફરેલા તેમજ કોરોના વોરિયર્સ તરીકે સારી કામગીરી કરનાર સંજેલી તાલુકા વિકાસ અધિકારી એસ.જે. ભરવાડના તાલુકા વિકાસ અધિકારી એન.ડી. બામણીયા આરોગ્ય કર્મચારી પોલીસ GRD હોમગાર્ડ જવાનો, સફાઇ કર્મચારીઓ, ક્લસ્ટર કક્ષાએ સારી કામગીરી કરનારા પ્રતિભા શાળી શિક્ષકોને ઉપસ્થિત આગેવાનોને મામલતદારના હસ્તે સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા, સેવા સદનના કમ્પાઉન્ડમાં સંજેલી વન વિભાગ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણની મહામારીને લઈને તાલુકા કક્ષાએ યોજાતા પ્રોગ્રામ કેન્સલ થતાં પ્રથમ વખત તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી તાલુકા સેવા સદન ખાતે યોજાઇ. જેમાં સંજેલી મામલતદાર પી.આઇ. પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારે માંડલી ખાતે સંજેલી તાલુકા બીજેપી પાર્ટીના પ્રમુખ અને માંડલી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ જશુભાઇ બામણીયાના હસ્તે ધ્વજવંદન કરી કોરોના વોરિયસ તરીકે સારી કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમા નાયબ મામલતદાર સુજલ ચૌધરી બી.એસ સોલંકી, અમલિયાર સંજેલી PSI આર.કે, રાઠવા, તાલુકા હેલ્થ અધિકારી ડો.આલમ, RFO રાકેશ વણકર. BRC કો.ઓડી.મહેન્દ્ર બારિયા જિલ્લા મહામંત્રી સલીમ મિરઝા, આગેવાન કરીમભાઇ મશ્કેન સહિત તાલુકાના કર્મચારીઓ, પોલીસ જવાનો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરી ઉપસ્થિત રહ્યા હતા. માંડલી પે સેન્ટરના આસિસ્ટન્ટ શિક્ષક રમેશભાઇ સોલંકી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here