સંજેલી તાલુકાના કન્ટેઈનમેન્ટ ઝોનમાં પોલીસ તેમજ આરોગ્ય કર્મચારી સતત મહેનત સામે તાલુકા અધિકારીઓની બેદરકારી છતી થઈ

0
660

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોરોના વાઇરસનો પ્રથમ સામે આવતા ચાલી ફળીયા, તળાવ ફળીયા તથા શારદા હોસ્પિટલ વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા બાદ પોલીસ તેમજ આરોગ્ય કર્મચારી સતત મહેનત કરી રહ્યું છે ત્યારે તાલુકા અધિકારીઓની બેદરકારી છતી થતી જોવા મળી છે. જેમાં તા.૨૮/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ નાયબ કલેટર તથા તાલુકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી ત્યારે બીજા દિવસે માત્ર તંત્ર દ્વારા આ વિસ્તારોમાં ફક્ત એક જ વાર કચરા ઉઠાવવાની તથા સેનેટાઇઝની કામગીરી થઈ પરંતુ આજે સાત સાત દિવસો વીતી ગયા છતાં પણ આ વિસ્તારના લોકોને જીવન જરુરી ચીજ વસ્તુઓ માટે ફાંફા મારવા પડે છે. આજે કેટલાકના ઘરે ખાવા માટે લોટ પણ નથી, તો કોઈના ઘરમાં મરી મસાલા તેલ કે ચોખા ન હોવાનું જાણવા મળે છે, તો કેટલા લોકો ગેસનો બોટલ પૂરો થયો હોવાનું પણ જણાવ્યુ હતું, અમુક લોકો રોજિંદી કમાણી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે તેવા પરિવારની આજે દયનીય દશા થઇ છે. RO ફિલ્ટર પાણી પીનારા લોકોને પાણી પણ મળતું નથી ત્યારે તંત્ર જાગશે ખરું ? તેવી લોક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here