સંજેલી તાલુકાની થાળા(સં.) પ્રાથમિક શાળા તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો

0
365

 

 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી થી બે કિલોમીટર દૂર આવેલ થાળા (સં.) પ્રાથમિક શાળામાં તથા તેજ કમ્પાઉન્ડ માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે.જી.બી.વી.) શાળામાં ગત રોજ તા.૧૦/૦૧/૨૦૧૯ ગુરુવાર સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં રક્ષણ મળે તે માટે શાળામાં ધોરણ – ૬ થી ૮ અભ્યાસ કરતાં ૩૫ ગરીબ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને માટે થાળા (સં.) પ્રાથમિક શાળા આચાર્ય ધવલભાઈ પંચાલ દ્વારા માનવતા દાખવતાં તથા તેમના અથાગ પ્રયન્ત દ્વારા રાજકોટના સુજીતભાઇ તથા અન્ય દાતાઓ દ્વારા અપાયેલ સ્વેટરના વિતરણ કાર્યક્રમમાં સંજેલી તાલુકાનાં BRC મહેન્દ્રભાઇ બારીયા, તથા ગામના SMC અધ્યક્ષ કલ્પેશભાઇ, ડેપ્યુટી સરપંચ રૂપાભાઇ તથા ગામના વડીલો ઉપસ્થિત રહ્યાં હતા.અને તેમના હસ્તે શાળાના આ ગરીબ વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ૫૦ બાલિકાઓને પણ આજ દિવસે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here