- દાહોદ જૈન સમાંજ દ્વારા ભવ્ય મૌન રેલી કાઢી આપ્યું આવેદન
- સમ્મેદશિખરજી તિર્થને પર્યટક સ્થળ બનાવવાના ઝારખંડ સરકાર ના નિર્ણયનો સકળ જૈન સમાજ દાહોદ દ્વારા વિરોધ કરતો ઠરાવ કરી ભવ્ય મૌન રેલીનું કર્યું આયોજન
અનાદિકાળથી જૈનોની આસ્થા અને શ્રધ્ધાનું તીર્થ એટલે તીર્થરાજ સમ્મેદશિખરજી ને ઝારખંડ સરકાર દ્વારા અને વનવિભાગ દ્વારા પર્યટન સ્થળ બનાવવાના નિર્ણયનો સમસ્ત જૈન સમાજ દાહોદ દ્વારા વિરોધ કરવામાં આવે છે. જૈનોની આસ્થાનું સ્થાન સમ્મેદશિખરજીની પવિત્રતા કાયમ રાખવા, તેની સુરક્ષા, સાદગી, સ્વચ્છતા અને પવિત્રતા માટે નીચે મુજબ સૂચનો કરીએ છીએ.
- સમ્મેદશિખરજી તીર્થ થી જૈનોના ૨૪ તીર્થંકર પૈકી ૨૦ તીર્થંકર અને અસંખ્યત મુનિરાજો, મોક્ષે ગયા છે. જેથી જૈનોની આસ્થા અને ઘડકન સમા તીર્થને જૈનોની ધાર્મિક સ્થલી તરીકે જાહેર કરવામાં આવે.
- જેવી રીતે કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણો દેવી, કાશી, અયોધ્યા ને ધર્મ તીર્થ તરીકે જાહેર કરવામાં આવ્યા છે તેવી જ રીતે સમ્મેદશિખરજી તીર્થરાજની પવિત્રતા જૈનો ના ધર્મ તીર્થરાજના રૂપમાં છે તે અખંડિત રહેવી જોઈએ.
જેથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે…
(૧) તીર્થરાજ સમ્મેદશિખરજીના પહાડને ગ્રીન ક્ષેત્ર જાહેર કરવામાં આવે. (૨) તીર્થરાજ સમ્મેદશિખરજી ને પ્લાસ્ટિક મુકત કરવામાં આવે. (૩) તીર્થરાજ સમ્મેદશિખરજી અહિંસા ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે. (૪) તીર્થરાજ સમ્મેદ શિખરજી ના પહાડ પર ઐષધિ અને ફલદાર વૃક્ષોનું બિજા રોપણ કરવામાં આવે. (૫) પહાડ પર જે પાણીના ઝરણાં છે તેનું સૌદર્યકરણ કરવામાં આવે.
તીર્થરાજ સમ્મેદશિખરજી જૈનોનું તીર્થ છે અને સદા સદા માટે જૈનોનું શાશ્વત તીર્થરાજ હતું, છે અને રહે તે આશયથી આજે સવારે જૈન સમાજ દ્વારા ગોવિંદ નગરનાં પ્રસંગ પાર્ટી પ્લોટથી એક વિશાળ અને ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે દાહોદના વિવિધ રાજમાર્ગો ઉપર ફરી દાહોદ APMC પહોંચી હતી જ્યાં જૈન સમાજના ટ્રસ્ટીઓ દ્વારા દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા યોગ્ય જગ્યાએ રજૂઆત કરી આ નિર્ણય ને ઝારખંડ સરકાર પાછો ખેંચે તેવી ઉગ્રમાંગ માંગ સાથે આવેદન આપ્યું હતું અને દાહોદના ધારાસભ્યએ પણ આ આવેદન સંદર્ભે રજૂઆત ગુજરાતના મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાત્રી આપી હતી
તેમજ હાલ સાંસદ જસવંતસિંહ પણ દિલ્હી હોઈ તેઓને પણ આ આવેદન પહોંચાડી તે આગળ રજૂઆત કરે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને સાથે સાથે દાહોદ કલેકટરને પણ આવેદન આપવામાં આવ્યું હતું.