નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા મદદનીશ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવા વિભાગ દાહોદએ જીલ્લાના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પક્ડી પડવા અંગે પરીણામલક્ષી કામગીરી કરવા દાહોદ ટાઉન “A” ડિવીઝન પો.સ્ટે.ને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ. જે અન્વયે દાહોદ ટાઉન “A” ડિવીઝન પો.સ્ટેના P. I. કે.એન.લાઠીયા તથા A.S.I. રૂપસીંગભાઇ બુધાભાઇ તથા કનુભાઇ મોહનભાઇનાઓને બાતમી હકિકત મળેલ કે સુખસર પો.સ્ટે. ફસ્ટ ગુન્હા રજીસ્ટર નં.૨૯/૧૪ ઇ.પી.કો. કલમ ૩૯૫, ૩૯૭ તથા દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુન્હા રજીસ્ટ્રર નં ૮૫૫/૨૦૨૧ તથા ૫૯૧/૨૦૨૨ ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સેતાનભાઇ જીથરાભાઇ જાતે નીનામા ઉ.વ.૩૫ રહે.સાતશેરો તા મેઘનગર જી.ઝાબુઆ મધ્યપ્રદેશનાઓનાનો સુખસર પો.સ્ટે.ના ધાડના ગુન્હામાં છેલ્લા ૯ (નવ) વર્ષથી નાસતો ફરતો તથા દાહોદ રૂરલ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ૧ (એક) વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદ ગડી ફોર્ટ આસપાસ ફરી રહ્યો છે જે ને બાતમીના આધારે ઝડપી પાડી આરોપી સેત્તાનભાઇ જીથરાભાઇ જાતે. નીનામા ઉ.વ. ૩૫ વર્ષ રહે. સાતશેરો, તા ઝાબુઆ મધ્યપ્રદેશ મેધનગર જી. ને જેલ ભેગો કર્યો હતો.
