સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ પર માનગઢ ધામ ખાતે વિશાળ વાહન રેલી અને વિરાટ ધર્મસભા યોજાઈ

0
43

  • રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા નિમિષાબેન સુથાર,કુબેરભાઈ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા.
  • રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા માનગઢ ધામ ખાતે સ્વતંત્રતાની 75 મી વર્ષગાંઠ નિમિતે વિશાળ વાહન રેલી અને વિરાટ ધર્મસભા યોજાઈ હતી. ગુજરાત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને માનગઢ ધામમાં શહીદ થયેલા વિરોની ગાથા વર્ણવી હતી. ભારતના રાષ્ટ્રપતિ તરીકે આદિવાસી સમાજની મહિલાની પસંદગી થતાં સાધુ-સંતોએ મોદી સરકારનો આભાર માન્યો હતો. દાહોદ, પંચમહાલ, મહીસાગરના જિલ્લાઓમાંથી તેમજ રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર જિલ્લાઓમાંથી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી મોટી સંખ્યામાં વાહન રેલી માં કાર્યકર્તાઓ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સહ સેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારણી સદસ્ય ઇન્દ્રેશકુમાર જી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યના વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર કુબેરભાઈ ડીંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભક્તજનો તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત કાર્યક્રમનું આયોજન માનગઢ ધામ સમિતિ રાજસ્થાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આવેલ સૌ મહાનુભાવો ભક્તજનો સાધુ-સંતો એ ગુરુ ગોવિંદ ની ધુણીના દર્શન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here