🅱️ig 🅱️reaking : દાહોદમાં એક સપ્તાહના વિરામ બાદ તંત્ર દ્વારા દબાણ તોડવાની કામગીરી ફરી શરૂ, કરફ્યુ જેવો માહોલ સર્જાયો

0
824

એક સપ્તાહના વિરામ બાદ તંત્ર દ્વારા દબાણની કામગીરી ફરી શરૂ. એક સપ્તાહના વિરામ બાદ તંત્ર દ્વારા દબાણની કામગીરી ફરી શરૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો

ગઈ કાલે મોડી રાતથી દબાણ તૂટવાની વતો વેગ પકડતા વેપારીઓએ રાતો રાત દુકાનો ખાલી કરવાનું સારું કર્યું હતું. દાહોદ ગાંધી ચોકમાં આજે તા.૧૧/૦૫/૨૦૨૩ ને ગુરુવારના રોજ વહેલી સવારે એસ.ડી.એમ., મામલતદાર સિટી સર્વે તેમજ તેમજ પોલીસના મોટા કાફલા સાથે દાહોદ ગાંધી ચોક અને નેતાજી બજારમાં જેસીબી લગાડી દેવામાં આવ્યા હતા

નગરપાલિકાની સામે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દબાણ હટાવવાની પ્રક્રિયા અચાનક શરૂ થતા દાહોદ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, પક્ષના નેતા તેમજ અન્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કે કમ સે કમ તેઓને સામાન કાઢવા માટેનો થોડો સમય આપવામાં આવે. પ્રશાસનને રજુઆત કરવાથી પ્રેમ રાખીને સામાન કાઢવા માટે સમય આપવામાં આવ્યો અને ત્યારબાદ તુરંત જ ગાંધી ચોકમાં જે દુકાનો હતી તેનું દબાણ ખાસાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દાહોદમાં વહેલી સવારે અચાનક ગાંધી ચોક અને નેતાજી બજારમાં દબાણો તૂટવાનું શરૂ થતા લોકોના ટોળેટોળા ઉંમટી પડયા હતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here