🅱️ig 🅱️reaking: દાહોદ જિલ્લા કોર્ટનો ઐતિહસિક ચુકાદો : ૬ વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને હત્યાના ગુન્હામાં આરોપીને ફાંસીની સજા

0
651

દાહોદ જિલ્લા કોર્ટ નો ઐતિહસિક ચુકાદો : દાહોદ કોર્ટ બન્યા પછી પ્રથમ વખત કોઈ આરોપીને થઈ ફાંસીની સજા.

દાહોદ જિલ્લાના ગરબાડાના તળાવ ફળિયાની 2020 ની બનેલી પોકસોની ફરિયાદમાં થઈ છે આ સજા. 6 વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરીને હત્યા કરવાના ગુનામાં થઈ આરોપી શૈલેષ નારસિંગ માવીને ફાંસીની સજા.

આરોપી શૈલેષ નારસિંગ માવીને ફાંસીની સજા ખુલ્લી કોર્ટમાં સંભળાવતા સોપો પડી ગયો હતો. જેમાં ૩૬૩ માં ૭ (સાત) વર્ષની કેદ અને રૂપિયા ૨૫,૦૦૦/- દંડ, ૩૦૨ હત્યાના ગુનામાં અને પોકસોની કલમ ૩, ૪ અને ૫ મુજબ આજીવન કારાવાસ (જીવે ત્યાં સુધી કેદ) અને પોકસોની કલમ ૬ મુજબ ફાંસીની સજા કરવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં આ સજાથી ગુન્હેગાર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને ભવિષ્યમાં સગીર બાળા સાથે આવી ઘટનાઓ બનતી આ આકરી સજા થી અટકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here