ગઈ કાલે મોડી રાત્રે મિત્રો સાથે મધ્ય પ્રદેશ ફરીને આવતા દાહોદ – ગોધરા એક્સપ્રેસ વે ઉપર ત્રણ કાર પર થયો પત્થર મારો. ધાર માંડવ થી અમદાવાદ જતી ત્રણ કાર ઉપર દાહોદ લીમખેડા પીપલોદ વચ્ચે થયો પથ્થરમારો. ગઈ કાલે મોડી રાત્રે નવ વાગ્યાના સુમારે થયો પત્થરમારો. પત્થર મારામાં એક કાર નો ફૂટ્યો કાચ અને બીજી બે કર ઉપર પડ્યા ગોબા.
પથ્થરમારામાં અમિત દરજી નામના શખ્સ ની કરનો કાચ ફૂટ્યો અને તેઓને મોઢા ઉપર વાગ્યો હતો પરંતુ સારી વાત એ હતી કે તેઓ ડ્રાઇવિંગ કરતા હતા છતાં કરના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો નહોતો. જો આવું બન્યું હોત તો તેઓને અને તેમના પરિવાર ને મોટો અકસ્માત નડ્યો હોત
દાહોદ ગોધરા વચ્ચે દર વરસે ચોમાસામાં આવી ઘટનાઓ બનતી હોય છે જેનો ભોગ ઘણા બધા લોકો બનતા હોય છે અને મોટે ભાગે ભોગ બનનાર લોકો દાહોદ જિલ્લા બહારના હોઈ આવી ઘટનાઓના કારણે દાહોદના લોકો સાથે સાથે વેપારીઓને પણ ચિંતા સતાવતી રહે છે. આ તસ્કરો જો આ રીતે એક્સપ્રેસ હાઇવે ઉપર આવી રીતે પત્થરમારો કરે તો શું લોકોએ સાંજ પછી દાહોદ ગોધરા માર્ગ ઉપર નીકળવાનું બંધ કરી દેવાનું આ એક યક્ષ પ્રશ્ન છે. અને દાહોદ જિલ્લા પોલીસ વડાએ આ મામલાને ગંભીરતા થી લઇ અને કાર્યવાહી કરવી જોઈએ તેવી દાહોદના લોકોની માંગણી છે જેથી ભવિષ્યમાં આવી ઘટના બને નહિ.