🅱️reaking : દાહોદમાં ફરી એક વખત આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0
1271

તા. ૨૩/૧૧/૨૦૨૨ ને બુધવારન રોજ ખરોડ ખાતે જાહેર સભાનું સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી. દાહોદનાં ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે યોજાઇ તૈયારીઓ માટે બેઠક. દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા, નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ તથા વિધાનસભા દાહોદની કાર્યાલય ઇન્ચાર્જની ટીમના સભ્યો રહ્યા ઉપસ્થિત. આ મીટીંગ પછી તમામ હોદ્દેદારોએ સભા સ્થળની લીધી હતી મુલાકાત.

ગુજરાત રાજ્યની વિધાનસભા – 2022 ની ચુંટણીને ધ્યાનમાં રાખી થશે જાહેર સભા. ભાજપ દાહોદ જિલ્લાની 6 બેઠકો લાવવા માટે મોવડી મંડળની થઈ રહી છે તૈયારીઓ. સભા સ્થળ, પોલીસ બંદોબસ્ત , બેઠક વ્યસ્થા, પાર્કિંગ અને સિક્યુરિટી ને લઇ દાહોદ પોલીસ અધિકારીઓની શરૂ થઈ બેઠક. ASP જગદીશ બાંગરવા, SOG P.I. રાજેશ કાનમિયા, D.M. હીરપરા, LIB P.I. તેમજ એન.એન પરમાર  દાહોદ ગ્રામ્ય સભા સ્થળે મુલાકાત લઈ તમામ વ્યવસ્થાઓ તેમજ બંદોબસ્ત ની તૈયારીઓ માટેની ચર્ચાઓ કરી હતી

દાહોદમાં વડાપ્રધાનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ આચાર સહિંતાને ધ્યામાં રાખી થઈ રહી છે તૈયારીઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here