🅱️reaking : દાહોદમાં વડાપ્રધાન મોદીનાં આગમનની તૈયારીઓ શરૂ, SPG એ લીધી સભા સ્થળની મુલાકાત

0
154

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં ખરોડ ખાતે વડાપ્રધાન મોદીની આગમનની તૈયારીઓ શરૂ. ખરોડ ખાતે જંગી સભાનું સંબોધન કર્યું હતું તે ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ શરૂ. ગ્રાઉન્ડ ઉપર ગઈ કાલે ભાજપના સંગઠન અને પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે આજે તા.૨૦/૧૧/૨૦૨૨ ને રવિવારના રોજ SPG એ સભા સ્થળની લીધી મુલાકાત અને ત્યારબાદ SPG એ પ્રોટોકોલ પ્રમાણે સ્ટેજ, એન્ટ્રી, VVIP એન્ટ્રી, વડાપ્રધાનની એન્ટ્રી અને એકઝિટ ક્યાંથી થશે તે, સ્ટેજ, મીડિયા ગેલેરી અને બેઠક વ્યવસ્થા તેમજ કોમન લોકો માટેની અને પાર્કિંગ આ તમામ વસ્તુઓ માટેની ચર્ચા પોલીસ અધિકારીઓ સાથે કરી હતી.

આ કાર્યક્રમ ભાજપનો હોઈ ભાજપ સંગઠનના હોદ્દેદારો મહામંત્રી નરેન્દ્ર સોની અને સ્નેહલ ધરિયા પણ સભા સ્થળ ઉપર ઉપસ્થિત રહી SPG ની જે વ્યવસ્થા મુજબની જરૂરિયાતોને સમજી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here