પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSS ને લઈ આપેલા નિમ્ન કક્ષાના નિવેદન નો દાહોદમાં ભાજપે કર્યો સખ્ખત વિરોધ. દાહોદ નગર પાલિકા ચોકમાં ભાજપ નાં અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરી કરાયો વિરોધ. સૂત્રોચ્ચાર બાદ બિલાવલ ભુટ્ટોના પૂતળાંનું દહન કરવામાં આવ્યું.
પૂતળાં દહન કરી દાહોદ જિલ્લા કલેકટર ઓફિસ પહોંચ્યા ભાજપના નેતાઓ. કલેકટરને આપ્યું આ મામલે આવેદન
દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તેમજ દાહોદ ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.