દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રામા ગામના ભરતસિંહ નામના 45 વર્ષીય આઘેડને આજે તા.૦૧/૧૨/૨૦૨૦ ને મંગળવારના રોજ વહેલી સવારે તેમના પોતાના ખેતરમાં દિપડાએ હુમલો કર્યો. દીપડા એ તેમને માથામાં, બોચીના ભાગે તથા મોઢા ઉપર પંજાના નીશાન બનાવી ઘંભીર ઈજાઓ પહોચાડી.
તેઓને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા.