🅱️reaking : વડોદરા રેલ્વે L.C.B. પોલીસ અને દાહોદ G.R.P. પોલીસે અમદાવાદના નારોલમાં પત્નીની હત્યા કરી ફરાર પતિને દાહોદ રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડયો

0
199

અમદાવાદના નારોલ ખાતે ગઈ કાલે રાત્રે પત્નીની હત્યા કરી ફરાર આરોપી પતિને દાહોદથી ઝડપાયો. પત્નીની હત્યા કરી ગોરખપુર ટ્રેનમા પોતાના વતનમાં પોતાના છોકરાઓ સાથે યુપી જતો હતો. તે દરમીયાન દાહોદના રેલવે સ્ટેશન ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો

ગોરખપુર ટ્રેન દાહોદ આવતા દાહોદ પોલીસે S-5 કોચ માંથી આરોપી અજય દેવેન્દ્ર ભારદ્વાજને તેમના બે બાળકો સાથે ઝડપી પાડ્યો. પત્નીને અન્ય સાથે પ્રેમ સબંધને લઈ પતિએ રાત્રી દરમિયાન પત્નીનું ગળું દબાવી કરી હત્યા.

અમદાવાદ પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ ને મોકલતા રેલ્વે LCB પોલીસ વડોદરા અને દાહોદ GRP પોલીસ એ આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

આરોપીને રેલ્વે Dy.SP જે.એસ. બારિયા દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને પૂછપરછ બાદ અમદાવાદની નારોલ પોલીસને સોંપવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here