દાહોદ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને દાહોદમાં કોંગ્રેસમાં મોવડી મંડળે કર્યો મોટો ફેરફાર. વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાની કાપી ટીકીટ. દાહોદથી કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના વર્તમાન જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાને આપી છે ટીકીટ અને તેઓ પોતે છેલ્લા ત્રણ ટર્મથી ગલાલિયાવાડથી સરપંચ છે.
તેઓ કોંગ્રેસનો યુવા ચેહરો છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પાર્ટીના જૂના કાર્યકર્તા હોવાના કારણે કોંગ્રેસ પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો અને દાહોદના ત્રણ ટર્મ થી ધારાસભ્ય વજેસિંહ પણદા ની ટીકીટ કાપી અને હર્ષદ નિનામાને ટીકીટ આપી તેમને ટિકિટ મળતા સમર્થકો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ઉપર ભેગા થયા હતા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા