🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો

0
283

 

 

દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આ ઘટના છે જેમાં એક નરાધમ યુવકે આ સગીરાને ચોકલેટ ની લાલચ આપી કોતરમાં લઇ જઇ કર્યો બળાત્કાર.

પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે મોડી સાંજે ખંગેલા ગામના ટોલ ડુંગરી ફળિયામાં હિરેશ મેડા નામનો 21 વર્ષીય યુવક તેનાજ ફળિયાની 8 વર્ષ 11 માસની સગીરાને ચોકલેટની લાલચ આપી ગામ બહાર નાળા નીચે કોતરમાં લઇ ગયો હતો. અને ત્યાં આ સગીરાનું મોઢું દાબી તેની સાથે બળાત્કાર કરી સગીરાને લોહીલુહાણ હાલતમાં કોતરમાં ફેંકી અને નાસી જ્ઞાઓ હતો. આબાજુ સગીરાએ બુમાબુમ કરતા ગામલોકો આવી ગયા હતા અને તેઓ આ ભાગતા નરાધમ યુવક પાછળ દોડી અને તેને પકડી પડ્યો હતો. અને તેને પોલીસને હવાલે કર્યો હતો. અને બીજી બાજુ ગામ લોકોએ 108ને બોલાવી અને ગંભીર અવસ્થામાં સિવિલ હોસ્પિટલ દાહોદ મોકલી આપવામાં આવી હતી જ્યાં બાળકીને સારવાર હેઠળ રાખી અને મેડિકલ કરવામાં આવ્યું હતું.

પોલીસે બળ જબરી, બળાત્કાર અને પોકશો એકટની કલમ 363, 376 (આઈ) અને 3, 4, 8 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ હીંચકારી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આરોપી અને સગીરને મેડિકલ માટે સિવિલ મોકલી અપાયો છે. અને તપાસ કરતા અધિકારીનું કહેવું છે કે રિપોર્ટ આવ્યા પછી વધુ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here