ગરબાડા તાલુકામાં આજરોજ 8 માર્ચ વિશ્વ મહિલા દિને જન્મ લેનાર દીકરીઓને ‘નન્‍હી પરી અવતરણ’ તરીકે વધાવી ચાંદીનો સિક્કો, મિઠાઇ સાથે મમતા કીટ ભેટ આપી દીકરીઓના જન્મને આવકાર આપવામાં આવ્યો

0
337

PRIYANK CHAUHAN – GARBADA

 

આજરોજ ૦૮ માર્ચે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે રાજ્ય સરકાર દ્વારા દીકરીના જન્મ પ્રમાણ સામે જનજાગૃતિ કેળવાય અને દીકરીના જન્મ પ્રત્યે સમાજની સંવેદનશીલતા વધે તેવા આશયથી મહિલા શક્તિને વધાવવા અને બિરદાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજે વિશ્વ મહિલા દિવસે ગુજરાતભરમાં જન્મ લેનારી પ્રત્યેક દીકરીને ‘નન્‍હી પરી અવતરણ’ તરીકે વધાવવામાં આવી છે અને આજે અવતરિત થનાર તમામ દીકરીઓના પરિવારજનોને રાજ્ય સરકારની સૂચના મુજબ રાજ્ય સરકાર વતી પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો અર્પણ કરી સાથે સાથે ગુલાબનું ફૂલ, મિઠાઇ સાથે મમતા કીટ ભેટમાં આપી દીકરીના જન્મને આવકાર આપવામાં આવ્યો હતો.

આજે તા.૦૮/૦૩/૨૦૧૮ (વિશ્વ મહિલા દિવસ) ના રોજ ગરબાડા તાલુકાના ગરબાડા નવાફળીયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં જન્મ લેનાર ૦૩ બાળકીઓને ઝરીબુઝર્ગ ગ્રામ પંચાયતના માજી સરપંચ અને હાલના સરપંચના પત્ની વિરલબેન ગણાવાના હસ્તે પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો, ગુલાબનું ફૂલ, મિઠાઇ, ઝભલું, ટોપી, મોજાં, સાબુ સાથેની મમતા કીટ અર્પણ કરીને દીકરીઓના જન્મને આવકાર આપવામાં આવ્યો હતો તથા ગરબાડા નવાફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે બપોર બાદના સમયે બીજી ૦૧ દીકરીનો જન્મ થતાં તેને પણ ‘નન્‍હી પરી અવતરણ’ તરીકે વધાવી ચાંદીનો સિક્કો, મીઠાઇ સાથે મમતા કીટ ભેટ આપી દીકરીના જન્મને આવકાર આપવામાં આવ્યો હતો.

આમ ગરબાડા નવફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આજે ૦૪ દીકરીઓનો જન્મ થતાં તેમને ‘નન્‍હી પરી અવતરણ’ તરીકે વધાવી લઈ તેમને ચાંદીનો સિક્કો, મીઠાઇ સાથે મમતા કીટ ભેટ આપી દીકરીઓના જન્મને આવકાર આપવામાં આવ્યો હતો. તથા ગરબાડા તાલુકાના અન્ય PHC દવાખાનાઓમાં પણ આજરોજ જન્મ લેનાર બાળકીઓને ‘નન્‍હી પરી અવતરણ’ તરીકે વધાવી રાજ્ય સરકારની સૂચના મુજબ ચાંદીનો સિક્કો અર્પણ કરી સાથે સાથે ગુલાબનું ફૂલ, મિઠાઇ સાથે મમતા કીટ અર્પણ કરીને દીકરીઓના જન્મને આવકાર આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here