દાહોદ જિલ્લાના ફતેપુરામાં વહોરા સમાજના ધર્મગુરુની જન્મ જયંતી નિમિત્તે ધૂમધામથી જુલૂસ નીકળ્યું

0
259

 PRAVIN KALAL – FATEPURA 

ફતેપુરા વોરા સમાજના ધર્મ ગુરુ ડોક્ટર સૈયદ અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની ૭૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વલી મુલ્લા શબ્બીરભાઈ ખાન ની આગેવાની હેઠળ જુલૂસ કાઢવામાં આવ્યું હતું જુલુસ ફકરી મસ્જિદ આગળથી બુરહાની સ્કાઉટ બેન્ડવાજા સાથે કાઢવામાં આવ્યું હતું તેમાં દાઉદી વોહરા સમાજ ના આગેવાનો હુશામ ભાઈ નાલાવાલા,મુવીઝ ભાઈ જીરૂ વાલા, સબીર ભાઈ સુનિલ વાલા, બુરહાનુદ્દીન નાલાવાલા, કુત્બુદ્દીનભાઈ ગુલામઅલીવાલા તેમજ નાના-મોટા સૌ સફેદ પોશાક ધારણ કરી જોડાયા હતા અને પૂરા ફતેપુરા નગરમાં મેન બજાર, હોળી ચકલા, ઝાલોદ રોડ, પાછલા પ્લોટ, બલૈયા રોડ, ઉખરેલી રોડ ઉપર બેન્ડવાજા સાથે નીકળ્યા હતા તેમાં મૌલા જિંદાબાદ સાલગીરા મુબારક હો મુબારક હો નાના નારાઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે પુરા નગરમાં પ્રસાદીરૂપે ચોકલેટ દરેક ઘરોમાં આપતા જઈ પરત ફકરી મસ્જિદ પહોંચ્યા હતા મસ્જિદમાં પ્રોગ્રામ અને સામુહિક ભોજન પણ રાખવામાં આવ્યું હતું આમ પુરા નગરમાં વોરા સમાજ સ્વયંભૂ બંધ પાળી જોડાયા હતા અને હર્ષ ઉલ્લાસ સાથે મસ્જિદ પહોંચી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here