દાહોદ જિલ્લાના ફતેપુરામાં ૭૦ માં પ્રજાસત્તાક દિનની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

0
132

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં ૭૦ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ સ્થળે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર કચેરીએ મામલતદાર મહાજનના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, કોર્ટમાં જુડીશીયલ જજ એસ.ડી. ત્રિવેદી સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તાલુકા પંચાયતમાં તાલુકા પ્રમુખ રજનીકાબેન મછારના હસ્તે કે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, આઈ.કે દેસાઈ હાઈસ્કુલમાં રજાકભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, પોલીસ સ્ટેશનમાં ઇશાકભાઇ પટેલ દ્વારા અને જાગૃતિ કન્યા વિદ્યાલયમાં સબીરભાઈ સુનેલવાલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ફતેપુરા ગ્રામ પંચાયતમાં રામચંદ્ર શાહ દ્વારા અને તાલુકા કુમાર શાળામાં પૂજાબેન પંચાલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આમ દરેક જગ્યાએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ફતેપુરા નગરમાં બાળકો અને બાઇકોવાળાઓએ પોતાના વ્હીકલ પર નાના નાના ધ્વજ લગાવી અને ખુશી અનુભવી હતી. સમગ્ર નગરમાં રાષ્ટ્રગાન અવાજથી દેશ ભક્તિમયી બની ઊઠ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here