દાહોદ જિલ્લાના ફતેપુરામાં વારંવાર ટ્રાફિક સમસ્યાને લઇ કલાકો સુધી ટ્રાફિકજામની ફરિયાદો ઉઠી

0
514

PRAVIN KALAL – FATEPURA

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં વારંવાર ટ્રાફિક સમસ્યાને લઇ કલાકો સુધી ટ્રાફિકજામની ફરિયાદો ઉઠવા પામેલ છે. ફતેપુરા તાલુકાના તાલુકા મથકે વારંવાર ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે આ બાબતે દાહોદ જિલ્લા પોલીસવડાને ધ્યાન દોરતાં તેના નિરાકરણ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ જુના બસ સ્ટેશન પાસે બનેલ પોલીસ ચોકીની આજુબાજુ અને રેન બસેરામા દબાણો કરેલાં હતાં. જે દબાણો ફતેપુરા CPI દ્વારા દુર કરવા માટે તજવીજ હાથ ધરવામાં હતી, અને અમુક દબાણો દૂર પણ કર્યા હતા. આ બાબતે CPI તેમજ પોલીસ દ્વારા સરપંચ અને તાલુકા સભ્યને પોલીસ મથકે બોલાવી CPI એ રજૂઆત કરી પોલીસને પૂરેપૂરો સહકાર આપવા માટે રજૂઆતો કરવામાં આવી હતી એ બાબતે સરપંચ અને સભ્યો દ્વારા પૂરેપૂરી બાહેંધરી સાથે અમો સાથ સહકાર આપીશું તેમ જણાવ્યું હતું તેમજ ફતેપુરા બજારની અંદર ટ્રાફિક સમસ્યાને લઈને વેપારીઓને ટ્રાફિક બાબતે પોલીસ દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ હતી પરંતુ તેનો અમલ બરાબર કરવામાં આવતો ન હતો જેથી પોલીસે ફરીથી જાણ કરેલ કે આવતા  ચાર દિવસ દરમિયાન જો તેનો અમલ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ બાબત પોલીસ તથા CPI દ્વારા પાંચ વેપારીઓ પર IPCની કલમ ૨૮૩ મુજબ ગુનો પણ નોંધવામાં આવેલ હતો
ફતેપુરામાં દબાણોનો ચારેબાજુ રાફડો ફાટેલ છે એ બાબતે ગ્રામ પંચાયત વધુ રસ લઈ દબાણો માટે તજવીજ ધરે તેવું ગ્રામજનો દ્વારા ચર્ચાઈ રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here