દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુંડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

0
328

PRAVIN KALAL – FATEPURA

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુંડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વલુંડી સમરસ ગ્રામ પંચાયત મહિલા સરપંચ, બી.આર.સી કૉ-ઓડીનેટર રમેશભાઈ રટોડાં, સી.આર.સી.કો ઓડીનેટર, ફતેપુરા ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહના શિક્ષક મયુરભાઈ પંચાલ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલી મિત્રો હાજર રહ્યા હતા. તેઓ દ્વારા જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે કવીઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગનો અનેરો આનંદ જાણવા મળી રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here