Wednesday, December 11, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીની ભામણધાટીમા અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટના...

દાહોદ જિલ્લાના સંજેલીની ભામણધાટીમા અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝાલોદ રોડ પર ભામણ ઘાટામાં અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને અડફેટે લેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર બે પિતરાઈ ભાઈના ઘટના સ્થળે જ મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. પરિવારે અજાણ્યા વાહન વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધાવ્યો.
મળતી માહિતી પ્રમાણે ગત રોજ સોમવારના રોજ રાત્રે સંતરામપુર તાલુકાના જાનવડની મુવાડી ગામના કલ્પેશ ખેતા માલીવાડ ઉ.વ. ૩૨ વર્ષ અને કમલેશ તેરસીંગ માલીવાડ ઉ.વ. ૨૨ વર્ષ તેના બનેવીની બાઈક લઈ સંજેલી તરફ જઈ રહ્યાં હતાં. તે દરમ્યાન એક અજાણ્યા વાહન ચાલકે તેના કબજાનું વાહન પૂરઝડપે તેમજ ગફલતભરી રીતે હંકારી લઇ જઇ ભામણ ઘાટામાં મોટરસાઇકલને અડફેટમા લઇ પોતાનું વાહન લઇ નાસી જતાં સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર બન્ને કાકા કાકાના ભાઈઓનુ ફંગોળાઈને રોડ પર પટકાતા માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના દોડી આવ્યાં હતાં. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બન્ને લાશોનો કબજો મેળવી રેંકડો લઇ સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જે બાદ મૃતકના પિતા તેરસીંગભાઇ હકજીભાઇ માલીવાડે સંજેલી પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments