દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં પીછોડા જંગલમાં યુવકે ઝાડ ઉપર લટકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર

0
48
તાવ માથુ પેટમા દુખાવાથી મજુરી ન થ  તા બહાર ગામે થી ગામે આવી પગલુ ભર્યુ.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં પીછોડા ગામમાં રહેતા ૧૯ વર્ષના યુવક બહાગામ મજુરી કરતો હતો ત્યાં તેને તાવ, માથામાં  અને પેટમાં દુખાવો ઉપડતાં મજૂરીકામ નહીં થતાં તે ઘરે પીછોડા પરત આવી ગયેલ ત્યારબાદ કામ વગર નકામો થયેલ ગામમાં આવેલ જંગલમાં એક ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી તે યુવકે ઝાડ ઉપર લટકી આત્મહત્યા કરી લેતા સમગ્ર સંજેલી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કોહવાયેલી હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી પી.એમ.માટે મોકલી આપી.
મળતી વિગત અનુસાર પીછોડા ગામે  નિશાળ ફળિયામાં રહેતા વિપુલ રમેશ રાવત ઉ.વ. ૧૯ વર્ષ બહારગામ ધંધો રોજગાર મજુરી કામે ગયો હતો. દરમિયાન તેને તાવ તથા માથામાં દુખાવો ઉપડતા મજૂરી કામ ન થતાં કંટાળી ગયો અને પોતાના મનમાં લાગી આવતા બહારગામેથી પોતાના વતન પીછોડા ગામે આવી ગયો હતો. તળાવ પાસે આવેલા જંગલમાં ઝાડ ઉપર નાયલોનની દોરી વડે ફાંસો ખાઇ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતુ. જેની જાણ સંજેલી પોલીસને થતા PSI આર.કે. રાઠવાની ટીમ ઘટના સ્થળે પહોંચી કોહવાયેલી હાલતમાં ઝાડ ઉપર લટકેલી લાશનો કબજો મેળવી સંજેલી સામૂહિક કેન્દ્ર ખાતે ખસેડયો હતો.
એક અંદાજ મુજબ લગભગ ચાર-પાંચ દિવસ પહેલા આ યુવકે આત્મહત્યા કરી હોય તેમ તેની લાશ દુર્ગંધ અને કોહવાયેલી હાલતમાં મળી આવતા સ્થળ પર લાશને કોઈ પણ ઓળખી શક્યું ન હતું, ત્યારે મોડી રાત્રે તપાસ કરતા પીછોડા ગામના રમેશ વરસીગ રાવતનો પુત્ર હોવાની જણ થતા સંજેલી પોલીસ મથકે આત્મહત્યા સંદર્ભે ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી કરેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here