દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી 

0
93
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા પંચાયતના પટાંગણમાં સુશાસન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માજી તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોરે દીપ પ્રગટીય  કર્યો. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનાં જન્મ દિવસને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014 થી તેમના જન્મ દિવસને લઇ સુશાસન એટલે કે Good Governance Day તરીકે ઉજવામાં આવે છે. તેના ભાગ રૂપે દાહોદ જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા સરકારી યોજનાઓનો લાભ સંજેલીમા પણ આપવામાં આવ્યો હતો. જેમા આત્મા પ્રોજેક્ટ, બાગાયત ખેતી, જિલ્લા ઉદ્યોગ, પશુપાલન અને ખેતીવાડીના કુલ મળીને 32 લોકોને લાભ આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના વિડીયો કોન્ફરન્સનો ખેડૂત ભાઈ બહેનોએ લાભ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here