Wednesday, December 11, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીપ્રધાનમંત્રી યોજના હેઠળ ગરીબો માટેનું રાશન ઝૂંસા સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર સગેવેગ...

પ્રધાનમંત્રી યોજના હેઠળ ગરીબો માટેનું રાશન ઝૂંસા સસ્તા અનાજની દુકાનમાંથી બારોબાર સગેવેગ કરતા દુકાનદાર રંગે હાથે ઝડપાતા સસ્તા અનાજની દુકાન સીલ કરવામાં આવી

  • ઝૂૂંસામાં સસ્તા અનાજની દુકાનમાંથી લઇ જવાતો ધઉં, ચોખા, ચણાનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો.
  • ઝૂૂંસાથી જસુણી તરફ ટાટા AC માં ગેરકાયદેસર રીતે લઈ જવાતા અનાજને સરપંચના સસરાએ ઝડપી પાડ્યો.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઝૂૂંસા – જસુણી માર્ગ પર શુક્રવારના રાત્રીના સમયે ઝૂૂંસા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં, ચણા, ચોખા, તેલ સહિતનો જથ્થો ટાટા AC માં ગેરકાયદેસર રીતે સગેવગે થતો હોવાની જાણ થતાં સરપંચ ના સસરાએ પુરવઠા ખાતાને જાણ કરતા પુરવઠા મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા. પુરવઠા ખાતાએ ૨૨ હજાર ઉપરાંતનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મળેેેલ કે સંજેલી તાલુકાના ઝૂૂંસા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ ગરીબોને મફતમાં ચણાનો જથ્થો આપવા માટે ફાળવવામાં આવ્યો હતો. પરંતુ સંચાલક દ્વારા ગરીબોને આપવાને બદલે બારોબાર સગેવગે કરતા ઘઉં, ચણા, ચોખા, ખાંડ, તેલ સહિતનો જથ્થો ઝૂૂંસાથી જસુણી તરફ ટાટા AC નંબર જીજે ૨૦ યુ ૪૮૭૭ મા લઇ જવામા આવતો હતો. તે દરમિયાન સરપંચના સસરાને આ બાબતની જાણ થતા વાહનને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુરવઠા મામલતદારને જાણ કરી સ્થળ પર જ બોલાવી સોંપી દેવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ સ્થળ પર દોડી આવી ઝડપાયેલા જથ્થાનો કબજો મેળવી કુલ ₹.૨૨૧૫૦/- નો ગેરકાયદેસર સગેવગે થતો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Version > > સંજેલી પુરવઠા મામલતદાર > > સુજલ ચૌધરી > > ઝૂૂંસા ગામની સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ચણા સહિતઘઉં, ચોખા, ખાંડ અને તેલનો જથ્થો ગેરકાયદેસર સગેવગે થતો હતો ત્યારે ત્યાં સરપંચના સસરા ભાવસીંગભાઇ આવી ચઢ્યા હતા અને તેઓએ અમોને (પુરવઠા અધિકારી) ને જાણ કરતા અમો સ્થળ પર દોડી જઈ ઝડપી પાડેલા વાહનમાં તપાસ હાથ ધરતાં ૯ કટ્ટા ચણા, ૪૦ કિલો ચોખા, ૨૦ કિલો તેલ, ૨૦ કીલો ખાંડનો મળી કુલ ₹.૨૨૧૫૦/- નો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Version > > ઝૂંસા ગામના સરપંચના સસરા > > ભાવસિંગભાઈ રાવત > > ઝૂંસા ખાતે આવેલા સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી પુરતો અનાજનો જથ્થો આપવામાં આવતો નથી, તેમજ ચણાનો જથ્થો હજી સુધી કોઈને પણ આપવામાં આવ્યો નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતા ધ્યાને ન લેતા ગરીબોને આપવા માટેનો ચણાનો જથ્થો દુકાનદાર બારોબાર સગેવગે કરતો હોવાની જાણ થતાં વાહન સાથે ઝડપી પાડી પુરવઠા મામલતદારને સોંપી દેવામાં આવ્યો છે.

આ અગાઉ પણ દુકાન સંચાલક દ્વારા અનાજનો જથ્થો સગેવગે કરતા ઝડપાઈ ગયો હતો અને લગભગ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ ચાર વર્ષ બાદ વર્ષ ૨૦૧૯ માં દુકાનનો પરવાનો ફરીથી આપવામાં આવ્યો હતો. ત્યારે જાણે કે દુકાન સંચાલકને જથ્થો સગેવગે કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ ગરીબોને મફતમાં આપવાનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments