ફતેપુરાના કાલીયા વલુંડા મતદાન મથકે 100 વર્ષના બુઝુર્ગ મહિલાએ મતદાન કર્યું

0
176

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની સાવચેતીના ભાગરૂપે ગોધરા રેન્જ આઇજી અને પોલીસ વડાએ પોલીસ મથકો અને મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી.
ફતેપુરા તાલુકાના મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. મતદાન મથક પર મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. નવયુવાન થી લગાવીને વૃદ્ધો અને બીમાર મતદારો પણ મતદાન કરવા માટે આવી અને મતદાન કર્યું હતું.

ખાસ કરીને કાળીયા વલુંડા મતદાન મથક ઉપર સો વર્ષ વટાવી ચૂકેલ બુઝર્ગ લાલીબેન નારણભાઈ બરજોડ દ્વારા પણ મતદાન કરી લોકશાહીની પર્વમાં ભાગીદાર થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here