ફતેપુરાના ઘુઘસ ગામે સગીરાનું અપહરણ કરતા પોલીસ ફરિયાદ

0
142

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ઘુઘસ ગામે સગીરાના અપહરણ બાબતે ફરિયાદી રમેશભાઈ બારીયાએ ફરિયાદી આપી, પોલીસે ગુના રજી.નં. ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા પોસ્કો એક્ટ કલમ ૪ આરોપી ચંદુ પારગી ઘુઘસનાઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે.
આરોપીએ એકલતાનો લાભ ઉઠાવી સગીરાનો હાથ પકડી ઘસડી લઈ ગયેલ છે અને તેને પત્ની બનાવવાના ઇરાદે થી ૧૨ વર્ષની સગીરાને ભગાડીને લઈ જનાર આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે મળેલ ન હતો અને તેના પિતાજીને પૂછતા તેઓએ કહેલું કે મારો છોકરો જો ભગાડીને લઈ ગયો હશે તો બે દિવસની અંદર સોંપી દઈશ તેવી વાત કરેલ હતી પરંતુ આજ દિન સુધી સગીરા પરત ના આવતા ગામના માણસોએ સાથે મળી કાયદેસરની આ બાબતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવેલ છે જે બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here