ફતેપુરાના શેરો ક્રોસિંગના વટલી રોડ ઉપર બે બાઇક સામ-સામે ટકરાતા એકનું મોત

0
394

PRAVIN KALAL – FATEPURA

 

પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરાના શેરો ક્રોસિંગના વટલી રોડ ઉપર બંને મોટરસાયકલ સામસામે ટકરાઈ હતી મોટરસાયકલ hero હોન્ડા નંબર GJ-01 BR-8397 ના ચાલકે મોટરસાયકલ full ઝડપથી અને બેફિકરાઈથી ગફલત ભરી રીતે ચલાવી ધીરજીભાઈ કમજીભાઇની મોટર સાઇકલ નમ્બર. GJ-20 S-7987 ની અથડાવી હતી અને ધીરજીભાઈને માથાના તેમજ કપાળના ભાગે ઈજાઓ થઈ હતી અને તેઓનું મૃત્યુ થયું હતું અને તેઓની મોટરસાયકલની ઉપર બેઠેલ બાબુ નગજી બરજોડ ને પણ માથાના ભાગે એમ જ શરીરે નાની મોટી ઇજાઓ થયેલ હતી તેમ જ સામાવાળા ઓ ને બાઈક ઉપર બેઠેલાઓને ઇજાઓ થયેલ હોવાથી ઇજા પામનારાઓના વધુ સારવાર અર્થે માટે દાહોદ સરકારી દવાખાને લઈ ગયા છે આમ દિરજી કલજી બેજોડ ના કાકાનો દીકરો હોય તેઓએ ફરિયાદ લખાવેલ છે અને તેઓએ કાયદેસરની ફરિયાદ આપેલ છે અને વધુ તપાસ થવા કાયદેસરની ફરિયાદ છે વધુ તપાસ પોલીસ કરી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here