ફતેપુરામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીના પૂતળાનું દહન કરવામાં આવ્યું

0
50

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં  તાલુકાના ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અશોભનીય કરેલી ટિપ્પણી પર પોતાનું વલણ વધુ તીવ્ર બનાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના અધીર રંજન ચૌધરી ના પૂતળા નું દહન કરી ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા દેખાવો કર્યા હતા અને કોંગ્રેસ મુર્દાબાદના સૂત્રોચાર કર્યા હતા. જેમાં દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયારની આગેવાની હેઠળ ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપાસ્થિતિમાં ફતેપુરા પોલીસ ચોકી સામે અધીર રંજન ચૌધરી ના પૂતળા નું દહન કરી સુત્રોચાર કર્યા.

ફતેપુરા ભાજપા ના દાહોદ જિલ્લા પ્રમુખ દ્વારા વધુ માં જણાવ્યું હતું કે દ્રૌપદી મુર્મુ અમારા આદિવાસી કુળ માંથી આવેલા છૅ અને અધીર રંજન ચૌધરી દ્વારા કરવામાં એક ટિપ્પણીનો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને અમારા આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવી રહ્યું જે અમે ચાલવી નહિ લઈએ અને કોંગ્રેસ પાર્ટીએ દ્રૌપદી મુર્મૂની માફી માગવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here