ફતેપુરામાં વધતી જતી ચોરીઓ તેમજ બાઈક ચોરોને પકડવા માટે નવીન આવેલ PSI હાર્દિક દેસાઈ સાહેબ દ્વારા નાઈટ પેટ્રોલિંગ તેમજ ફતેપુરાના ઈન – એક્ઝીટ પોઇન્ટ ઉપર સઘન ચેકિંગ

0
322

 PRAVIN KALAL – FATEPURA  

 

 

ફતેપુરામાં બાઈક ચોરીના બનાવો દિવસે દિવસે વધતા જતા હોવાથી નવીન આવેલ PSI હાર્દિક દેસાઈ સાહેબ દ્વારા નવીન ટેકનોલોજી અપનાવી ચોરોને પકડવા માટે તજવીજ કરી રહ્યા છે. એમાં સતત બે દિવસથી નાઈટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. અને તેમાં ગામલોકોની અમુક બેદરકારી સામે આવતા PSI શ્રી એ તેઓએ જણાવેલ કે તમો તમારી બાઇકોને લોક કરીને રાખો છતાં લોક ન કરતા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન જે વગર લોકની બાઇકો રાત્રી દરમિયાન તેઓના ઘર આગળ મૂકેલી હોય તે ચેક કરી બાઇકો પોલીસ મથકે લઈ જવામાં આવી હતી અને સવારે તેઓના માલિકોને જાણ કરી પ્રેમથી સમજાવી અને બાઈકો પોતાના ઘર આગળ લોક કરી રાખો એવી સલાહ આપી બાઇકો પાછી પરત આપી દીધી હતી.

તેમજ PSIશ્રી દ્વારા શંકાશીલ એક્ઝીટ પોઇન્ટ ઉપર બેરિકેડિંગ ની વ્યવસ્થા કરી ચારથી પાંચ જગ્યા ઉપર બેરિકેડિંગ મુકાવી સઘન ચેકિંગ માટે કોસ્ટેબલ રાખી એન્ટ્રીઓ કરવા માટે વ્યવસ્થા ગોઠવી આવનાર જનાર વ્યક્તિ તેમજ વાહનોની એન્ટ્રી કરવા માટેનું આયોજન કરેલ છે. જે ગામલોકો માટે ખુશીના સમાચાર જણાઈ રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here