દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કોરોના કેસ વધુ જોવા મળી રહ્યા છે, ત્યારે લોકો વધુ સાવચેત રહે અને કોરોનાથી બચવા નિયમોનું પાલન કરે તે માટે આજે તા.૨૫/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ ફતેપુરા પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. ફતેપુરાના P.S.I. સી.બી. બરંડા તથા પોલીસ સ્ટાફ દ્વારા ફતેપુરા નગરમાં વગર માસ્કે ફરતા લોકોને દંડ કરવાના બદલે માસ્ક આપી કોરોના મહામારી થી બચવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. પોલીસની આ સારી કામગીરી લોકોએ પણ સ્વીકારી હતી અને ત્યારબાદ દરેક લોકો માસ્ક પહેરેલા નજરે પડતા પોલીસ પ્રજાના મિત્ર છે તે પુરવાર કર્યું હતું. કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવા અને નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે ફતેપુરા P. S. I. સી.બી. બરંડા અને પોલીસ સ્ટાફ દ્વારા નગરના વિવિધ વિસ્તારમાં ફરીને લોકોને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ જે લોકોએ માસ્ક પહેરેલ ન હતા તેમને માસ્ક પણ આપવામાં આવ્યા હતા.
ફતેપુરા ગામના P.S.I. સી.બી. બરંડા અને સ્ટાફ દ્વારા વગર માસ્કે ફરતા લોકોને સમઝાવી દંડ કરવાને બદલે માસ્ક પહેરાવ્યા
RELATED ARTICLES