ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સરપંચ વિરોધ અવિશ્વાસની દરખાસ્ત બાબતે સમાધાન

0
179

PRAVIN KALAL – FATEPURA

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતેની ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવેલી હતી તે પૈકીની એક મીટીંગ આજે ગ્રામ પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી એમ.એમ.ભૂરિયાની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. તેમાં વિસ્તરણ અધિકારી એમ.એસ.ગરાસીયા તલાટી-કમ-મંત્રીની ભગોરા સરપંચ કચરુભાઈ તથા સભ્યો હાજર રહ્યા હતા.

બે દિવસ અગાઉ દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયાર તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારાનાઓ દ્વારા સભ્યોને બોલાવી અને મીટીંગ રાખી સમાધાન કરાવડાવ્યું હતું તેના અનુસંધાનમાં આજે ફતેપુરામાં મિટિંગમાં સભ્યો દ્વારા વિરોધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને સરપંચ તરીકે કચરુભાઈ ને જ રાખવામાં આવ્યા હતા મિટિંગમાં સભ્યો દ્વારા આંગળી ઓ ઊંચી કરી સરપંચ વિરોધની અવિશ્વાસની તરફેણ રદ કરી વિશ્વાસની સહમતી આપી હતી જેથી તાલીઓના ગડગડાટ સાથે સભા મિટિંગ પૂરી કરવામાં આવી હતી અને સરપંચ કચરૂ ભાઇને જ ફરીથી સરપંચ જાહેર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here