ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર કચરો લઈ જનાર વાહન દ્વારા કચરો તળાવની કિનારે નાખતા ગ્રામજનો માટે યમરાજા પુરવાર થતા ગ્રામજનોમાં રોષ : તંત્ર ઘોર નિંદ્રામાં

0
178

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ગ્રામ પંચાયત દ્વારા નગરમાંથી ડોર ટુ ડોર કચરો લઇ જનાર વાહન દ્વારા કચરો લઈ જવામાં આવે છે અને આ કચરાને તળાવના કિનારા ઉપરે નાખી દેવામાં આવે છે. આ કચરાને તળાવ કિનારે નાખતા તળાવમાં પ્લાસ્ટિક તેમજ કચરો અંદર જાય છે જેથી  પ્લાસ્ટિક આખા તળાવમાં પ્રસરી ગયા છે. બહેનો દ્વારા કપડા ધોવા માટે જતા અસહ્ય ગંદકી અને  કોલેરા ફાટી નિકળે તેવી વાસ આવે છે. આજુબાજુના રહીશો દ્વારા પણ ગ્રામ પંચાયતના સભ્યોને કહેવામાં આવતા ગ્રામ પંચાયતના સભ્યોના કાન અને આખો બંધ થઈ ગઈ હોય તેવું જણાતા તેઓ કુંભકર્ણની ઘોર નિદ્રામાં હોય તેમ જણાઈ આવે છે. આ ગંદકી ની સામે કબ્રસ્તાન પણ આવેલ છે. તેઓ દ્વારા પણ રજૂઆતો કરતા સત્તાધીશો આંખો બંધ કરીને જ ફરે છે તળાવમાં ઢોરો પાણી પીવા માટે આવે છે તે પણ કેવી રીતે પાણી પીએ એ એક વિચારવાની બાબત છે. બાજુમાં ઘન કચરા માટે કુંડીઓ બનાવેલી નજરે આવે છે. તે પણ એક ભ્રષ્ટાચારની બૂ લાગે છે સરકાર સ્વચ્છતા અભિયાન માટે આટલું આટલું કરવા છતાં ફતેપુરામાં સ્વચ્છતા ના નામે આ જોઈ શકાય તેવું અને ગામમાં પણ આવી રીતની જ સ્વચ્છતા જણાઈ આવે છે.

શુ આ માટે તંત્ર કોઈ પગલાં ભરશે ખરું ? ? ? ? કે તંત્ર પણ કુંભકર્ણની ઘોર નિદ્રામાં સૂઈ રહેશે તેવું લોક મોઢે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here